પૂર્વ બાતમી આધારે સોઢા ટ્રાવેલ્સમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

WhatsApp Image 2021-01-02 at 11.14.17 AM

મે.ડી.જી.પી.સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓની ગુજરાત રાજ્યમાંથી પ્રોહિબિશનની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે અંતર્ગત મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી./જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પો.સ્ટાફના માણસો આડેસર પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન પો.સ.ઇ. વાય.કે.ગોહિલ નાઓની પૂર્વ બાતમી આધારે સોઢા ટ્રાવેલ્સમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ આડૅસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.