ભુજના શહેરના હમીરસર કાંઠે લોકોને પંખીઓની માહિતી પૂરી પાડતાં બોર્ડ મુકવામાં આવ્યા

ભુજ શહેરના હમીરસર કાંઠે તળાવમાં આવતાં પંખીઓની ઓળખ માટે માહિતી પૂરી પાડતાં બોર્ડ મુકવામાં આવ્યા. હમીરસર અને છતરડી તળાવને ફરતા વોક વેના પરિસરમાં શિયાળાની મોસમ દરમ્યાન યાત્રાળુ અને સ્થાનિક પક્ષીઓનો મેળો જામતો હોય છે. ત્યારે વહેલી સવારમાં વોક વેમાં સ્વાસ્થ્યપ્રેમી નાગરિકોની ચહલ-પહલ જોવા મળતી હોય છે. લોકો ખુશ થઈ જાય તેવો માહોલ પણ અવાર-નવાર જોવા મળતો હોય છે. રામધૂન થી છતરડીના વોક વેની આસપાસ છ જેટલા માહિતીસભર પક્ષીઓના ફોટા સહિત બોર્ડ મૂકવા પ્રકૃતિ સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા પેલિકન નેચર ક્લબના પક્ષી નિરીક્ષક પ્રમુખ નવીન બાપટે જંગલ ખાતાને વિનંતી કરતાં તે પશ્ચિમ વન વિભાગના ડી.સી.એફ. તુષારભાઈ પટેલે આગ્રાહ્ય રાખી હમીરસરના બ્યૂટીફિકેશનના ભાગરૂપે સુંદર બોર્ડ લોકોને માહિતી મળી રહે તે માટે મુકાવી પક્ષીઓની સેવા માટેના આયોજનમાં સક્રિય બન્યા હતા. પેલિકન નેચર ક્લબની પ્રેરણાથી હમીરસરના કાંઠાને પક્ષીઓના ફોટાથી પરિચિત કરવા માટે નગરપાલિકા, વન વિભાગ અને ક્લબ સક્રિય બની હમીરસરની શોભામાં વધારો કરતા બ્યૂટીફિકેશનના કાર્યમાં ભાગરૂપ બન્યા છે. વોક વેના પરિસરમાં સવારે લોકોને બતકોને બ્રેડ, બિસ્કિટ, ગાંઠિયા વગેરે ખોરાક રૂપે નાખતા હોય છે.


-મળતી માહિતી મુજબ