રાપર તાલુકા ની સંકલન સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી

રાપર તાલુકા મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભાખંડ ખાતે રાપર તાલુકા ની સંકલન સમિતિની બેઠક ભચાઉ પ્રાંત અધિકારી પી. એ. જાડેજા ના અધ્યક્ષ હેઠળ બેઠક મળી હતી. જેમાં રાપર તાલુકા ના વિવિધ બાર પ્રશ્નો અંગે ગામોને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. જેમાં ત્રંબૌ થી ભીમગુડા વિસ્તારમાં ચેકડેમ તુટી જતાં જે અંગે ભીમાસર ગામ ના ડાયાસરી જડાસરી હમીરબંધ વાંઢ વિસ્તારમાં પાણી અંગે ભીમદેવકા ફુલપરા રણ મા દબાણ અંગે રીંગ રોડ બાય પાસ સહિત ના પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમા તાલુકા મામલતદાર એચ. જી. પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા નાયબ મામલતદાર મહેશ ઠક્કર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર બાંધકામ ના નાકા. ઈ. એચ. વી. જાની ચીફ ઓફિસર મેહુલ જોધપુરાડો. પ્રકાશ કારીયા ડેપો મેનેજર વિશાલ ગોહિલ આરએફઓ આર. કે. પરમાર ચેતન પટેલ રામજી ભાઈ સોલંકી કાંતિલાલ ઠક્કર દિનેશ બાંધકામ ના સુપરવાઇઝર પ્રતાપ પરમાર ખેતીવાડી અધિકારી મનોજ સોલંકી નરેશ ચૌધરી વિપુલ ચૌધરી સહિત મહેસુલ આરોગ્ય શિક્ષણ. વન વિભાગ પોલીસ એસ.ટી સરદાર સરોવર પંચાયત માર્ગ મકાન હેલ્થ ઓફિસર. પશુ આરોગ્ય ખેતીવાડી સંકલિત બાળ વિકાસ યોજના નર્મદા સહિત ના વિવિધ વિભાગો ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.