day bet નામની એપ.નો ઉપયોગ કરતા પહેલા ચેતવુ જોઇએ

ભારતનું યુવાધન કઇ દિશામાં જઇ રહ્યુ છે? ડીજીટલ ચોરી, ડીજીટલ લોકર વિશે જાણતા જ હશો? શું આપ જાણો છો ડીજીટલ લોટરી પણ આવી છે.આ એપ્લિકેશનનું નામ day bet છે.આ એપ્લિકેશન કોણ ચલાવે છે.ક્યાંથી ચાલે છે? તેની માહિતી નથી.આ એપ્લિકેશનમાં બેટિંગ રમાઙાય છે.માત્ર 10000 જેટલી મામૂલી રકમથી મેમ્બર બની બેટિંગ કરી શકાય છે.બઘુ જ સોફ્ટવેરથી સંચાલિત છે.જેમાં તમે કશો જ ફેરફાર કરી શકાતો નથી.આ એપ્લિકેશનમાં કમાવાની લાલચથી એકવાર ઘુસો પછી તમારુ બેંક એકાઉન્ટ ખાલી.આ લોટરી એપ છે.અને ઘણા લોકો ઘનવાન થવાની લાલસામાં નિર્ધન થઈ ગયા છે.આ એપ પ્લે સ્ટોરમાંથી download કરી શકાતી નથી.આની સાથે win cheater નામની એપ્લિકેશન download કરવાની હોય છે.આ એપ્લિકેશન લોકોને જુગાર રમવા તરફ લઇ જાય છે.નવી પેઢીએ આવી એપનો ત્યાગ કરવો જોઇએ.
આલેખન – બિવિક શાહ