ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થી તેના કલાસમાં ભણતા સગીર સાથે ફરાર

વડોદરામાં ધોરણ-9માં અભ્યાસ કરતા બન્ને સગીરો ઘર છોડી નાસી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવને લઈ કુંટુબીજનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે હાલ તેઓના પાસે હાજર રહેલા મોબાઈલ ફોનના આધારે તપાસ હાથ ધરી છે.

આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાનોથી લઇ નાના બાળકો અને સગીરો પણ નીતનવું શીખી રહ્યા છે. જોકે આ દરમિયાન મોબાઇલના વધુ પડતા ઉપયોગ અને અસામાજીક પ્રવૃત્તિઓને વારંવાર પોતાની આંખો સમક્ષ જોતા સગીરોમાં તેની ખરાબ અસર પણ પડે છે. ત્યારે હવે સગીરો પણ પ્રેમમાં અંધ બની ઘર છોડી રહ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે વડોદરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં રહેતા ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ઘર છોડીને ભાગી ગયાનો મામલો પ્રકાશમાં આવ્યો

ગત 28 ડિસેમ્બરે સવારે વિદ્યાર્થીની ઘરની બહાર ગઇ અને પરત આવી જ નહી. ત્યાં જ બીજી તરફ વિદ્યાર્થી પણ તે જ દિવસથી લાપત્તા થયો હતો. જો કે બંન્ને સગીરોના પરિવારજનોએ તેમને શોધવાના ખુબ જ પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓનો કોઇ પત્તો લાગ્યો નહી. ત્યાં જ ઘરમાં તપાસ કરતા વિદ્યાર્થી પોતાના ઘરમાંથી 25 હજાર અને વિદ્યાર્થિની 5 લઇને ગયા હોવાની માહિતી બહાર આવી હતી.