વાછકપર બેડી નજીકના તબેલામાં રૂા.3.36 લાખનો સંતાળેલ શરાબ મળી આવ્યો

શહેરોમાં વારંવાર શરાબ સંતાળવના બનાવો બને છે. ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રવિવારે સાંજના અરસામાં પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં હતો ત્યારે માહિતી મળતા જ મોરબી રોડ પર આવેલા વાછકપર બેડી ગામમાં આવી રાજકોટનાં ભરવાડ ઈસમની વાડીમાં આવેલા ભેંસના તબેલામાં શરાબ સંતાળ્યો ત્યાં ચેકીંગ કરતા શરાબની હેરાફેરી કરે તે પૂર્વે જ રૂા.3.36 લાખનો શરાબ, બે કાર તથા ઠાઠાવાળી ગાડી, મોબાઇલ-2 એમ કુલ રૂા.18.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ચાર ઇસમોની અટક કરી હતી જ્યારે વાડી માલીકની શોધખોળ શરૂ કરી છે.
-મળતી માહિતી મુજબ