કેશોદમાં વૃદ્ધ માનસિક બિમારીના લીધે ઝેરી દવા પી લેતાં ચકચાર

કેશોદ: અજાબ ગામના જમનભાઇ લાધાભાઇ ચાંગેલા (પટેલ) નામના પ્રૌઢે માનસિક બિમારી હોવાને કારણે ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી હતી. તેમને વધુ સારવાર અર્થે સિવિલમાં દાખલ કરાયો હતો. સારવારમાં અર્થે મોત નીપજયું હતું. જમનભાઇ પટેલને સંતાનમાં બે દિકરા છે તેમજ પોતે બે ભાઇ, ચાર બહેનમાં મોટા અને હોટેલનો ધંધો કરતાં હોવાનું ખબર પડી છે. જમનભાઇના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
-મળતી માહિતી મુજબ