ભચાઉમાં પાણી ખેંચવાની બે મોટર અને શ્રમિક પરિવારના દાગીના, રોકડ રકમની ચોરી

ભચાઉમાં આવેલ ભવાનીપુર વિસ્તારમાં નવી બનતી પટેલ પાર્ક સોસાયટીમાં શખ્સોએ પાણી ખેંચવાની બે મોટર અને શ્રમિક પરિવારના દાગીના, રોકડ રકમ એમ કુલ રૂા.15,500ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. ભચાઉની આ પટેલ પાર્ક સોસાયટીમાં તા.2 અને 3ના રાતના સમયે ચોરીની આ ઘટના બની હતી. સુપરવાઈઝરનું કામ કરતા અને આ ઘટના ના ફરિયાદી એવા અશોક નારાણ સંઘાર નામના યુવાને તા.2ના પાણી ખેંચવાની બે મોટર હાજર જોઈ હતી અને બીજા દિવસે આ મોટર ગુમ થયેલ હતી.શ્રમિક પરિવારના દાગીના અને રકમની ચોરી થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


-મળતી માહિતી મુજબ