ગણતરીની કલાકોમા ભુજ શહેર આર.ટી.ઓ રીલોકેશથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ ને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન સર્વેલન્સ ટીમ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી સૌરભ સિંધ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટે ખાતે વણશોધાયેલ ગુન્હા શોધવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના પો.ઇન્સ એસ.બી.વસાવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી-ડીવી પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં-૨૫/ર૦ર૧ આઇ.પી.સી.ક.૩૭૯ મુજબના ગુના કામે અલગ-અલગ ટીમો બનાવી એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહાઓ પોતે તેમજ પોતાના સર્વેલન્સ સ્ટાફને હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા નેત્રમના સી.સી.ટી.વી કેમેરાના કુટેજ મેળવી સદરહુ વણશોધાયેલ ગુન્હો ત્વરીત શોધી કાઢવા સારુ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ મયુરસિંઠ આઇ. જાડેજા તથા પો.કોન્સ નિલેષકુમાર. જે રાડા નાઓને સંયુક્ત ખાનગી રાહે સચોટ અને ભરોષાપાત્ર બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ગુન્હા કામે ચોરીમા ગયેલ હોન્ડા જે ભાદરકા હોસ્પીટલ પાસે જોવામા આવેલ છે જેથી સર્વેલન્સ ટીમે હોસ્પીટલ રોડ પર વોચ ગોઠવી મજકુર ઇસમોને રાઉન્ડપ કરી પો.સ્ટે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબુલાત આપેલ અને ચોરીમાં ગયેલ હોન્ડા સાથે મજકુર ઇસમોને પકડી પાડેલ અને મજકુર ને કોવીડ-૧૯ અંગે મેડીકલ ચકાસણી સારુ મોકલી આપવામા આવેલ છે અને ઉપરોક્ત ગુન્હાની તપાસ એ.એસ.આઇ નિરૂભા એમ. ઝાલાનાઓ ચલાવી રહેલ છે.