કેમ્પ એરીયા અક્ષાનગરમાથી જુગારધામ પકડી પાડતી ભુજ શહેર બી-ડીવી સર્વેલન્સ ટીમ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબનાઓએ દારૂ-જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા સારૂ આપેલ માર્ગદર્શન મુજબ બી ડિવીઝન પો.ઈન્સ. શ્રી એસ.બી.વસાવા સા.ની સુચના મુજબ
સર્વેલન્સ ટીમના વુ.પો.કોન્સ કિરણબેન રાજાભાઇ બાટવાનાઓને ખાનગી તેમજ સચોડ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે,સોકતઅલી અબ્દુલકરીમ સમા ડી.પી ચોક અક્ષાનગર કેમ્પ એરીયા ભુજ વાળો પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવે છે જે બાતમી અન્વયે ખરાઇ કરી પો.સ્ટાફ સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએ નિચે મુજબના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.