અબડાસા તાલુકાના ફલાય ગામની બાજુમાં આવેલ લાગોપીરની દરગાહ પાસે આવેલ મેદાનમાં સવાર સાંજ પક્ષીઓ આવતા મેળા જેવા દ્રશ્યો સર્જાય છે

લોંગપીર ની દરગાહ પાસે રાષ્ટ્રિય પક્ષી મોર સહીત અનેક પક્ષીઓ કબુતર, ચકલી, કાબર સહિતના પક્ષીઓ ચણ ચણવા માટે આવે છે. પક્ષીઓ માટે ચણ ની વ્યવસ્થા સ્વ.જેઠાલાલ પરિવાર , હાજી સલીમ ભાઈ(નલિયા વાડા) અને ગામનાં દાનુભા જાડેજા ફલાય વાળા દ્વારા આવતા તમામ પ્રકારના પક્ષીઓ માટે સ્વખર્ચે ખાવા નું આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. લોંગપીર દરગાહ ના મુજાવર ઉંમર ભાઈ હાજી રમજાન વલસરા વાળા મોર અને બીજા પક્ષીઓને ચણ નાંખે છે. જે ૨૦૦ થી ૨૫૦ જેટલી સંખ્યામાં મોર અહી આવે છે. હાલ અહીંયા મોર માટે અભ્યારણ બને તેવી લોકોની પણ માંગ છે. જેથી મોર નું અસ્તિત્વ ટકી રહે.
રિપોટર બાય: દિલુભા જાડેજા