માંડવી તાલુકાના નાની ખાખર ખાતે રુપિયા 1.5 કરોડનાં ખર્ચ રોડનું ખાતમુહૂર્ત અને બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું

માંડવી તાલુકાના નાની ખાખર ગામે રૂપિયા ૧.૫ કરોડના ખર્ચે લિંક રોડનું ખાતમુર્હત કરછ જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ અને માંડવી-મુન્દ્રા ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ના વરદ-હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ નાની ખાખર બસ સ્ટેન્ડ નું લોકાર્પણ અને વિવિદ્ય વિકાસ કામો 1.5 કરોડ ગ્રામ પંચાયત ની વિવિદ્ય યોજનાઓ ના કામો નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેશુભાઈ પટેલે પાંચ વર્ષ સુધી લોકપ્રતિનિધિ લોકોની સમસ્યાનું નિરાકરણ કરે છે અને સમસ્યાઓ ઉદ્ભવ્યા બાદ સમયસર તેનું નિરાકરણ કરવાથી લોકોને સંતોષ થાય છે. જન પ્રતિનિધિઓનું સન્માન અને તેમની કદર વિકાસને વધુ વેગવાન બનાવે છે. તેમ જણાવતાં આવનારી ચૂંટણીમાં વધુ સારા પરિણામો લાવવા સૌ કાર્યકરોને આહવાન કર્યું હતું.માંડવી તાલુકાના પ્રભારી ભરતભાઈ શાહ,ગામના સરપંચ થાવરભાઈ મહેશ્વરી,નવુભા નાનુભા જાડેજાનો ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દિલીપસિંહ જાડેજા,ચતુરસિંહ જાડેજા, જુવાનસિંહ જાડેજા, દશુભા જાડેજા, મયુરસિંહ જાડેજા, જિતુભા જાડેજા, અશ્વિન છેડા, અરવિંદસિંહ જાડેજા (ફરાદી), પુનશી ગઢવી (મોટા ભાડીયા), કુલદીપસિંહ જાડેજા (મોટી ખાખર), હિરેનભાઈ ગઢવી(માર્ગ મકાન પંચાયત વિભાગ),ખીમરાજ ગઢવી, મહિપતસિંહ જાડેજા, તુલસીદાસ સોની,હનુભા દિપુભા,કિશોર ભાઈ દરજી,બાબુભાઈ પટેલ,સહિત ગ્રામજનો,કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમ નું સંચાલન સુરેશભાઈ સંઘાર અને આભારવિધી વિપુલભાઈ વેદાંતે કરી હતી.
રિપોટર બાય: દિનેશભાઈ, માંડવી