જિલ્લાની કોવીડ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઇ

ભુજ, ગુરૂવારઃ જિલ્લા કલેકટરશ્રીની દિશાનિર્દેશ હેઠળ તાજેતરમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી, ભુજ અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની કચેરીનાં સંકલન અને માર્ગદર્શન સહ જિલ્લાના ભુજ ખાતે જી.કે.જનરલ હોસ્પિટલ, દિશાન લાઈફ કેર હોસ્પિટલ, અંજલી (સેન્ટ્રલ) હોસ્પિટલ, મુન્દ્રા ખાતે એલાયન્સ હોસ્પિટલ, મીમ્સ હોસ્પિટલ, માંડવી ખાતે એન્કરવાલા હોસ્પિટલ અને અંજાર/ગાંધીધામની સેન્ટ જોસેફ હોસ્પિટલ, ન્યુ હરિ ઓમ, સ્ટર્લીંગ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો ખાતે ફાયર મોકડ્રીલ આયોજિત કરવામાં આવી હતી. મોકડ્રીલના ભાગરૂપે આઇસીયુ વોર્ડમાં ફાયર એકટ્રીન્ગવીશ કરવું. ક્રિટીકલ પેશન્ટ ઈવગેકયુલેશન તથા જરૂરી ઈમરજન્સી પ્રોટોકોલ, કિલનીકલ પ્રોટોકોલ, ઈલેકટ્રીકલ સેફટી અવલોશન વગેરે ડ્રિલ એકસરસાઈઝના ભાગરૂપે કરાઇ હતી. જેમાં તબીબો, પેરા મેડિકલ, નર્સિગ સ્ટાફ, સિકયુરીટી તથા ફરજ પરના સફાઇ કામદારોએ ભાગ લીધો હતો. જિલ્લા તંત્ર તરફથી બનાવવા અને તેની યોગ્ય સમીક્ષા પોલીસ વિભાગના અધિકારીઓ, ફાયરની ટીમો અને હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ મોકડ્રીલમાં ઉપસ્થિત રહયા હતા. જયારે જિલ્લા કક્ષાએ મુન્દ્રા સબ ડીવીઝનલની કેડીકેટેડ હોસ્પિટલોમાં મુન્દ્રા પ્રાંત અધિકારી અને મુન્દ્રા મામલતદાર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદારશ્રી સી.આર.પ્રજાપતિ દ્વારા ઓબ્ઝર્વર તરીકે મુલાકાત લઇ કેપેસિટી બિલ્ડીંગ માટેનું સેશન લેવામાં આવ્યું હતું. જેમાં ડિસ્ટ્રીકટ પ્રોજેકટ ઓફિસર માધવ હાથી ઉપસ્થિત રહયા હતા. અંજાર સબ ડિવીઝનલની કેડીકેટેડ કોવીડ હોસ્પિટલમાં ગાંધીધામ મામલતદાર અને ગાંધીધામ ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની ટીમ ઉપરાંત ભુજ સબ ડીવીઝનલ કેડીકેટેડ કોવીડ હોસ્પિટલમાં મુખ્ય તબીબી અધિકારી, કચ્છ અને નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ ફાયર મોકડ્રીલમાં જોડાયા હતા. અને આ કાર્યક્રમમાં આપતિલક્ષી તમામ પ્રકારનું માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.