RDD અમદાવાદે આજે સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડીની મુલાકાતે

સુરેન્દ્રનગર જીલ્લાનો છેવાડાનો તાલુકો એટલે પાટડી દશાડા તાલુકો કહેવાય તો આ તાલુકા પછી દેશનું સિમાંકન આવી જાય છે. ત્યારે આજ રોજ આ પાટડી દશાડા તાલુકાની આરોગ્યલક્ષી મુલાકાતે આર.ડી.ડી સતિષકુમાર મકવાણા આવી પહોંચ્યા હતા. ત્યારે સતિષકુમારે આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા રસીકરણ સંર્દભે દશાડા પાટડી ની મુલાકાત લીધી હતી. જેમાં મમતા સેસન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. ત્યારે ખાસ કરીને કોરોના એટલે કે કોવિડ 19 સંદર્ભે કામગીરી થઈ છે કે કેમ તેમજ આવનાર સમયે કોવિડ વેકશીન આપવાની છે. તે બાબતે કેવી તૈયારીઓ છે તે બાબતે માઈક્રો પ્લાનિંગ તેમજ સાધન સામગ્રી બરાબર છે કે કેમ જેમ કે આઈસ પેક, વેકશીન કેરીયર, આઈ.એલ.આર, ડીપફ્રીજ, કોલબ્રકસ પુરતા પ્રમાણમાં છે કે કેમ તેમજ તેની જાળવણી થઈ રહી છે કે કેમ તે તમાંમ પ્રકારની તપાસણી આરોગ્ય વિભાગના આરડીડી અમદાવાદ સતિષકુમાર મકવાણા દ્વારા કરવામાં આવી હતી. તેમજ દશાડા પાટડી તાલુકાના ગવાણા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની પણ વિઝીટ સતિષકુમાર મકવાણા એ કરી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટર સાથે તેમજ નર્સિંગ સ્ટાફ, આશા વર્કર, વગેરે આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. તેમજ દશાડા પાટડી તાલુકામા આરોગ્યલક્ષી કામગીરી બાબતે પણ આરડીડી અમદાવાદ સતિષકમાર મકવાણા દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
રિપોટર બાય:મહિપત ભાઈ મેટાલિયા, લિંબડી -ચુડા (સુરેન્દ્રનગર)