ભચાઉ કોરોના રસીકરણની આગોતરી તૈયારીના ભાગરૂપે ત્રણ સ્થળે ડ્રાય રન યોજાઇ

રસીકરણની કામગીરીના શરૂ થયેલા કાઉન્ટ ડાઉન વચ્ચે ભચાઉ તાલુકામાં ત્રણ સ્થળે કોરોના રસીકરણની ડ્રાય રન એટલે કે મોકડ્રિલનું આયોજન તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. એ કે સિંઘ ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું.
કોરોના વેકસીન લેનાર લોકોએ અલગ અલગ ચાર તબક્કામાથી પસાર થવું પડશે. જેની ટ્રાયલ આ ડ્રાય રનમાં કરવામાં આવી હતી. ત્રણ સ્થળે ૭૫ લોકો ને આવરી લઈ રસી આપ્યા વિના તમામ પ્રક્રિયાનું રિહર્સલ કરી તંત્ર આ કામગીરી માટે સજ્જ હોવાની પ્રક્રિયા કરાવાઇ હતી.
સવારે ૯:૦૦ કલાકે થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી સી.એચ .સી ભચાઉ , વાગડ વેલ્ફેર સોસાયટી ભચાઉ ,પી એચ સી આધોઇ ખાતે ચાર આરોગ્ય સ્ટાફ અને એક સલામતી સ્ટાફ સહિત મોકડ્રિલની કામગીરીને પાર પાડી હતી.
ચાર તબક્કા અંતર્ગત પ્રથમ ચરણમાં વેકસીન લેવા આવનાર લોકોનું થર્મલગનથી ચેકીંગ કરી, સેનીટાઇઝેશન કરાવી વેઇટિંગ એરિયામાં પ્રવેશ આપ્યા બાદ તેમને મોબાઈલમાં આપેલા મેસેજનું વેરિફિકેશન કરી સોફ્ટવેરમાં અપલોડ ડેટા કરાયો હતો. એ વ્યકતી હોવાથી ખરાઈ માટે તેના હોવાના પુરાવા તપાસાયા હતા. વેકસીનેશન કરાવ્યાં બાદ ખાસ ઉભા કરવામાં આવેલા ઓબ્જર્વેશન રૂમમાં તમામને અડધો કલાક સુધી નિરીક્ષણ હેઠળ રખાયા હતા. .
સી એચ સી ભચાઉ ખાતે પ્રાંત અધિકારી સાહેબ શ્રી પી એ જાડેજા એ વાગડ વેલ્ફેર મામલતદાર શ્રી કે.જી.વાંછાણી,પી .એચ.સી.આધોઇ ખાતે ટી.ડી.ઓ. શ્રી એમ.એસ.જાખનિયા એ ટ્રાયલનું નિરીક્ષણ કર્યું હતું. સી એચ સી અધિક્ષક ડો.કે કુમાર,મેડિકલ ઓફિસરો, વાગડ વેલ્ફેરના ઈશ્વરભાઈ પ્રજાપતિ અને આરોગ્ય સ્ટાફ હાજર રહેલા.


રિપોટર બાય: અસલમભાઈ, ભચાઉ