નાનકડા શાણપર ગામનો યુવાન લશ્કરી તાલીમ પૂર્ણ કરી આવતા સન્માન કરવામાં આવ્યું

વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર થી આઠ કી. મી. દૂર આવેલા નાનકડા એવા શાણપર ગામ કે જેની વસ્તી કોળી સમાજના લોકો ની છે. એવા નાનકડા ગામમાં અનેક યુવાનો અન્ય સરકારી વિભાગો મા જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે એવા આ નાનકડા શાણપણ ગામ નો કોળી સમાજ નો યુવાન હરેશ ઈશ્ર્વર ભાઈ ચાવડા કે જે આ ગામ ના વતની છે અને કોળી સમાજ નો યુવાન છે કે જેણે લશ્કરી તાલીમ પૂર્ણ કરી આવતા ગામ લોકો તથા કોળી સમાજના આગેવાનો એ અખિલ કચ્છ કોળી સમાજના પ્રમુખ કાનજીભાઈ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ભવ્ય સન્માન કર્યુ હતું. જેમાં રાપર તાલુકા વિકાસ અધિકારી ડી
જે. ચાવડા, હરેશ પરમાર ટી, જે. ઠાકોર, વજેરામ મકવાણા ઈશ્વરભાઈ ચાવડા,અમરસિ પરમાર સરપંચ ધરમસી મકવાણા, મેરુભાઈ ચાવડા, ધરમસી ભાઈ ચાવડા ,પ્રભુ ભાઈ દિનેશ ભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો એ ભવ્ય સ્વાગત કર્યું હતું અને દેશ ની સેવા માટે શાણપર ગામ નો યુવાન લશ્કરી તાલીમ પૂર્ણ કરી આવેલ અને દેશની સેવા માટે હવે લશ્કર મા પોસ્ટીંગ મેળવશે જે ગૌરવ સમાન છે. નાના બાળકો મહિલાઓ અને ગામ લોકો એ ભારત માતા ના જય ધોષ સાથે યુવાન નું સન્માન કર્યું હતું.