અંજાર શહેરમાં ધોળા દિવસે સવા લાખના દાગીનાની ચોરી થઈ ચોરી
ક્ચ્છ જિલ્લાના અંજાર શહેરમાં ધોળા દિવસે સવા લાખના દાગીનાની ચોરી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગાયત્રી ચાર રસ્તા પાસે આવેલી ચામુંડા જવેલર્સમાં આ ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલ વ્યક્તિ માલિકને વાત કરેલ કે મારે બૂટીયા ખરીદવાનાં છે. વેપારીએ બૂટીયા ભરેલ બોક્ષ બાતવ્યું હતું. ત્યારે બૂટીયાની એક જોડીનું વજન કરવાનું કહેતા વેપારી વજન કરી રહયા હતા. તેટલી વારમાં નજર ચૂકવીને સવા લાખના દાગીના લઈ નાશી છૂટ્યો હતો. વેપારીએ રાડોરાડ કરતા લોકોએ આરોપીને બાઈક પર ભાગી જતા જોયો હતો. વેપારીએ હજી સુઘી પોલિસ સ્ટેશનમાં કોઈ ફરીયાદ કરી નથી. અંજાર શહેરમાં હાલે ખૂબ ચોરીઓનાં બનાવો બની રહ્યા છે ત્યારે ગુનેગાર ઉપર જાણે પોલિસ ની પકડ ન હોય તેમ છેલ્લા બે મહિનામાં રાયોટીગના બે ગુના, ઘરફોડ ચોરીના 15 કેસ, વાહન ચોરીના 13 કેસ,મર્ડર ના 2 અને લૂંટના 2 બનાવો બન્યા છે. શહેરમાં ખુલ્લે આમ અંગ્રેજી,દેશી દારૂના પોઈન્ટ,આંકડાનો જુગાર, બાયો ડિઝલનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. પોલીસની આ ધીમી કાર્યવાહી સામે પણ ઘણા સવાલો ઉઠ્યા છે.
-મળતી માહિતી મુજબ