દિવ્યાંગજન માટે આકસ્મિક મૃત્યુ સંદર્ભે રૂ. ૧ લાખ સુધીના વીમાની રાશી મેળવી શકાશે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ દ્રારા દિવ્યાંગ
વ્યકિતઓના કુટુંબીજનોને માટે આકસ્મિક અવસાન સહીતનાં સંજોગોમાં મદદરૂપ થવા વીમા
સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય
બીજી કોઇ પણ અકસ્માતના કિસ્સામાં રીતે ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ
વ્યકિતનું મૃત્યુ થાય કે વ્યકિત કાયમી દિવ્યાંગ બને તો તેવા કેસમાં વીમા પોલિસીની શરતોને
આઘીન રહીને લાભાર્થી અથવા પરિવારને ૧ (એક) લાખની વીમા રાશી મળવાપાત્ર છે. યોજનાનો લાભ લેવા માટે સમાજ સુરક્ષા ખાતાનું ઓળખકાર્ડ ધરાવતા હોય તે જરૂરી છે. તથા વાર્ષિક ૬ લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા હોવા જોઇએ. યોજના હેઠળ લાભાર્થીએ જરૂરી પુરાવઓ સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, સરકારી અંધશાળાના કમ્પાઉન્ડમાં ,નાગરીક સોસાયટી પાસે,ભુજ કચ્છ. અરજી કરવાની રહેશે. યોજનાકીય માહિતી માટે ઉપરોક્ત કચેરીનો સંપર્ક ટેલીફોન નં. ૦૨૮૩૨-૨૫૬૦૩૮ પર કરી શકાશે તેવું એ.પી.રોહડીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.