રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહીરના વરદ હસ્તે મેધપર (બોરીચી) સબ ડીવીઝનનું લોકાર્પણ કરાયું
તા.૭ના પીજીવીસીએલ, અંજાર સર્કલ ઓફીસ ગ્રાઉન્ડ ખાતે રાજયમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે મેધપર (બોરીચી) ની જનતાની માંગણીને ધ્યાને લઈને નવા મંજુર થયેલ મેધપર સબ ડીવીઝનના લોકાર્પણનો કાર્યક્રમ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. આ તકે યોજાયેલ મેઘપર (બોરીચી) ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહીરે પોતે પણ એજીવિકેએસ પરીવાર સાથે વર્ષોથી જોડાયેલ હોઈ ગુજરાતના દરેકે દરેક ગામડાના વિજ વિભાગને લગતા પ્રશ્નોથી વાકેફ હોવાની અને ગુજરાત રાજયને સમગ્ર દેશના અને વિશ્વના નકશા પર મોખરાનું સ્થાન અપાવવામાં અખિલ ગુજરાત વીજ કામદાર સંઘનો કર્મયોગીઓનો સિંહફાળો રહેલ છે, તે અંગે દરેક કામદારોના કામની ભ૨પેટ પ્રશંસા કરી હતી. કચ્છ જિલ્લાને ૪૦૦ જેટલા નવો ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટ (હેલ્પર) અપાવેલ છે, અને ટૂંક સમયમાં નવા જુનીયર આસીસ્ટન્ટોની ભરતી પણ થઈ જશે અને કચ્છને સ્ટાફની બાબતમાં કદી ઘટ પડવા નહિ દે તેવો સધિયારો આપેલ હતો. મેધપરમાં નવું સબ ડીવીઝન બનવાથી આજુબાજુના વર્ષામેડીના સોસાયટી વિસ્તાર ઉપરાંત ગળપાદર સોસાયટી વિસ્તારને મોટો ફાયદો થશે. વળી ભવિષ્યમાં આ કચેરી મેધપર ગામે જ જમીન મંજુર કરાવી અને ત્યાં જ કચેરી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. નવા બનેલ સબ સ્ટેશનોમાં અંજાર વિધાનસભા ક્ષેત્ર સમગ્ર કચ્છ જિલ્લામાં મોખરે છે તેવું જણાવેલ હતું. વધુમાં વાસણભાઈ આહીર ગુજરાતના એજીવિકેએસ/જીબીયાના કર્મયોગીઓની પ્રશંસા કરતા જણાવેલ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૨૪ કલાક વિજળી પુરી પાડવાના સ્વપ્નને પુરૂ કરવામાં સિંહફાળો રહેલ છે. વળી વાવાઝોડા કે વરસાદ તથા ભુકંપ સમયે કપરી કામગીરી કરતા આ તમામ કર્મયોગીઓની ભરપેટ પ્રસંશા કરેલ હતી. આ કાર્યક્રમમાં હાજર રહેલ ભુજ સર્કલના અધિક્ષક ઈજનેરશ્રી ગુરૂવા એ મેધપર સબ ડીવીઝન શરૂ થવાથી મેધપર ગામની જનતાને જે લાભ થવાનો છે, તેની વિગતવાર રૂપરેખા આપેલ અને જણાવેલ કે નવા સબ ડીવીઝનને જીએસઓ-૪ મુજબ ફુલ્લ ૩૯ જણનો સ્ટાફ મળેલ છે, જેથી પ્રજાને અવિતરત વીજ પુરવઠો મળી રહેશે, તથા ઓદ્યોગિકરણની જે પ્રક્રિયા મેધપર ગામમાં ચાલી રહેલ છે, તેમાં વેગ મળશે. કાર્યક્રમનું સંચાલન કરતા કચ્છ સોરાષ્ટ્ર કોન્ટ્રાકટર એસોસીએશન ના પ્રમુખ અને એજીવિકેએસ ના ઉપ-પ્રમુખશ્રી ગોપાલભાઈ માતા એ જીએસઓ-૪ મુજબ હેલ્પર તથા કલાર્કોનો સ્ટાફ મંજુર થાય તે માટે મંત્રીશ્રી વાસણભાઈ આહીરે છેલ્લા ચાર વર્ષથી કરેલા પ્રયત્નો તથા નવા અંજાર સર્કલ ઉપરાંત રામબાગ સબ ડીવીઝન, મેધપર સબ ડીવીઝન અને હમણાં છેલ્લા ભુજોડી અને બાલાસર સબ ડીવીઝન મંજુર કરાવવામાં કરેલ મહેનત અને યોગદાનની પ્રશંશા કરેલ હતી. નવા નિમણુંક પામેલા ગેટકો તથા પીજીવીસીએલ ના ઈલેકટીકલ આસીસ્ટન્ટ (હેલ્પ૨) દ્વારા મંત્રીશ્રી આહીરને મોમેન્ટો આપી નોકરી અપાવવા બદલ આભાર વ્યકત કરવામાં આવેલ હતો. અંજાર અખિલ ગુજરાત વિજ કામદાર સંધ તથા જીબીયાના તમામ હોદેદારો દ્વારા શાલ ઓઢાડી મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કચ્છ સૌરાષ્ટ્ર કોન્ટ્રાકટર એસોશીએસના પ્રમુખ અને અખિલ ગુજરાત વિજ કામદાર સંધના ઉપ-પ્રમુખ ગોપાલભાઈ માતા ધ્વારા કરવામાં આવેલ હતું. આભારવિધિ મેધપર સબ ડીવીઝનમાં નવા નિમાયેલ નાયબ ઈજનેરશ્રી કે.એચ. ઓઝા ધ્વારા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં અગ્રણી સર્વશ્રી ડેનીભાઈ શાહ, કાનજીભાઈ શેઠ, અખિલ કચ્છ પાટણ આહીર સમાજના પ્રમુખશ્રી ત્રીકમભાઈ આહીર, દિગંત ધોળકીયા, અસ્વીન સોરઠીયા, મેધપરના સરપંચ શ્રી ભોજુભાઈ બોરીચા, ઉપ સરપંચશ્રી રાજભા ગઢવી, અંજાર અને ભુજ સર્કલ પીજીવીસીએલના ગુરુવા, અંજાર ગેટકો સર્કલના વડા વામજા, અંજાર ડીવીઝનના કાર્યપાલક ઈજનેર કરા, ગાંધીધામ ડીવીઝનના કાર્યપાલક ઈજનેર ખડોદરા ભચાઉ ડીવીઝનના કાર્યપાલક ઈજનેર શ્રી ધાડીયા સાહેબ, ગેટકોના કાર્યપાલક ઈજનેરશ્રીઓ જોષી અને ડાંગી મામલતદારશ્રી મન્ડોરી, નાયબ ઈજનેરશ્રી પી.આર. પટેલ, એચ.વી. સતાણી, આઈ.વાય. શેખ, એન.કે. શ્રીમાળી, જે.એ. જુણેજા, વી.એન. ગામેતી, એ.કે, ઓઝા તેમજ જુનીયર ઈજનેરશ્રીઓ તમામ અને ઓફીસ સ્ટાફ અને મેઘપર ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.