સામખીયાળી જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૮.૨૦ એમ.એલ.ડી. ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ, કલીયર વોટર સમ્પ અને પાઇપલાઇન પાથરવાના રૂ.૧૩.૬૪ કરોડના કામનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન
નવા કટારીયા ખાતે રૂ.૧૩.૬૪ કરોડના ખર્ચે સામખીયાળી જુથ પાણી પુરવઠા યોજના
અંતર્ગત ૮.૨૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ કલીયર વોટર સમ્પ અને ડી.આઇ. અને
પીવીસી પાઇપલાઇન પાથરવાના કામનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન
કરવામાં આવ્યું હતું. આ તકે આયોજિત સમારોહમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, આ યોજના કાર્યાન્વિત થવાથી ભચાઉ તાલુકાના કુલ ૧૮ ગામો અને ૭ પરાને પીવાના પાણીનો લાભ મળશે.
કાર્યક્રમનું સ્વાગત તેમજ આભારવિધિ શ્રી વિકાસ ગોરે કરી હતી. આ પ્રસંગે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભાનુપ્રસાદ મારાજ, અગ્રણી કુલદીપસિંહ જાડેજા, વાલજીભાઇ છાંગા તેમજ આજુબાજુ ગામોના સરપંચો, પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઈજનેરશ્રી અશોક વનરા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી બારોટ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.