રાપરની બેન્ક ઓફ બરોડા(BOB)ની બેદરકારી કારણે ખાતાધારક તથા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

રાપર: બેન્ક ઓફ બરોડા(BOB) સાથે વેપારીઓને વ્યવહારમાં ખૂબ જ મુશ્કેલીઓ થતી હોવાથી મેનેજરની રૂબરૂ મુલાકાત લઈને રાપર ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ ફરિયાદ કરી હતી. મોટાભાગના વેપારીઓના બેન્ક ઓફ બરોડા(BOB)માં ખાતાં હોવાથી અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવા સૂચન કરાયું હતું. રાપર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ વિશનજીભાઈ દોશી અને નિલેશભાઈ માલી દ્વ્રારા જાણવા મળ્યું હતું કે, મેનેજરને રજૂઆત કરી હતી કે, રાપરના મોટાભાગના વેપારીઓના બચત, કરન્ટ, સી.સી., ઓ.ડી. એકાઉન્ટ ધરાવે છે. તેમની સમસ્યાનું તાત્કાલિક હલ આવે તેવું જણાવાયું હતું. ખાતાધારક તથા વેપારીઓને બેન્કમાં કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. તેથી વેપારીઓનો સમય ન બગડે તેવી વ્યવસ્થા ગોઠવવાની રજૂઆત કરાઈ હતી. પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ વિશનજીભાઈ દોશી જોડાયા હતા.
-મળતી માહિતી મુજબ