ઉપલેટા પોલીસને મળી મોટી સફળતા ડુમીયાણી ગામ પાસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો

   ઉપલેટાનાં ડુમીયાણી ગામે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો.ઉપલેટા પોલીસે 5,628 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક મેટાડોરને ઝડપી પાડેલ છે. ઉપલેટાના તાલુકાના ડુમીયાણી ગામ પાસે આવેલ અવાવરૂ જગ્યા પાસેથી ઝડપાયો હતો. એક મેટાડોર સહિત કુલ 28,71,580/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો. આ બાબતે અતુલભાઈ હમીરભાઇ ભારાઈ નામના વ્યક્તિનું નામ ખુલતા શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા. ઉપલેટા પોલીસે 5628 દારૂની બોટલ જેની કિમત રૂપિયા 21,71,580 તેમજ એક GJ-06-BT-6478 નંબરનો ટાટા 407 કીમત રૂપિયા 7,00,000 સાથે કુલ રૂપિયા 28,71,580 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

રિપોટર બાય: જયેશ મારડિયા, ઉપલેટા