ખેડૂતો માટે ઉગ્યો ૨૦૨૧માં ઉજ્જવળ ભાવીનો સુર્યોદય “કિશાન સૂર્યોદય યોજના”
ખેડૂતો માટે ઉગ્યો ૨૦૨૧માં ઉજ્જવળ ભાવીનો સુર્યોદય “કિશાન સૂર્યોદય યોજના” રૂા.૩૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ગુજરાતના ખેડૂતો માટે સુદ્રઢ વિજમાળખુ ૬૬ કે.વી.ની ૩૪૯૦ સર્કિટ કી.મી. નવી ટ્રાન્સમીશન લાઇન, અને ૨૨૦ કે.વીના ૯ નવા સબસ્ટેશનો તૈયાર કરાશે.રાજકોટ તા. ૮ જાન્યુઆરીઃ- કૃષિ પ્રધાન એવા ભારત દેશમાં જયારે અર્થતંત્રનું મહત્વનું પાસુ ખેતી પર આધારીત હોય ત્યારે ખેતીમાં બદલાવ અને ક્રાંતિએ મહત્વનું અને આવશ્યક બની રહે છે. આજ બાબતને ધ્યાને લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી થાય તે હેતુસર અનેક ખેડુત કલ્યાણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. જે પૈકી હાલમાં જ ક્રાંતિકારી યોજના કિશાન સૂર્યોદય યોજના જાહેર કરી આ વિકાસ કુચને વેગવાન બનાવ્યો છે. આજ રીતે ખેડુતોના આર્થીક વિકાસ માટેના માર્ગને આગળ વધારવાના હેતુને અગ્રેસર રાખી રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલા ખેડૂત કલ્યાણના યોજનાને અમલી બનાવી છે. અત્યાર સુધી ખેતી માટે રાત્રીના સમયે વિજળી ઉપલબ્ધ હોવાના કારણે રાત્રીના ઉજાગરા સાથે ઠંડી, ગરમી અને ચોમાસા જેવી ઋતુઓના વિપરીત સંજોગોમાં પણ ખેતીકામ કરવું અનિવાર્ય બની રહેતું હતું. વન્ય જીવજંતૂના ભયના ઓથાર સાથે અનેક મૂશ્કેલીઓ વેઠીને પણ ખેતી કાર્ય કરવા ખેડુતો મજબુર હતા. પરંતુ રાજયમાં કૃષિની વિકાસકૂચને આગળ ધપાવવા અને ખેડુતોના આર્થીક અને સામાજિક ઉત્થાનના નિર્ધારીત લક્ષ્યાંકને સિધ્ધ કરવા દુરંદેશી અને નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કિશાન સૂર્યોદય યોજનાની અમલવારી રાજયમાં શરૂ કરાવેલ છે. ખેડુતો માટે નવા યુગના પ્રારંભ સમાન આ યોજના અન્વયે ખેડુતોને દિવસ દરમિયાન વિજળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તબ્બકાવાર અમલી બનાવાયેલી આ યોજનાના પ્રથમ તબ્બકે તા. ૨૪-૧૦-૨૦૨૦ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જુનાગઢ જિલ્લાના ૨૨૦, ગીરસોમનાથ જિલ્લાના ૧૪૩ જયારે દાહોદ જિલ્લાના ૬૯૨ મળી કુલ ૧૦૫૫ ગામોને દિવસે વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો પ્રારંભ કરાયો હતો. બીજા તબક્કામાં તા. ૩ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગીર સોમનાથ જિલ્લાના વધુ ૧૦૯ ગામોમાં આ યોજના અન્વયે ખેડૂતોને દિવસે વિજ પુરવઠો શરૂ કરાયેલ છે. આગામી દિવસોમાં હજુ વધુ ને વધુ ગામોને આ યોજના અન્વયે જોડવા રાજય સરકાર સંકલ્પબધ્ધ છે. આવતી કાલે તા. ૯ મી જાન્યુઆરીના રોજ રાજયના કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુની ઉપસ્થિતીમાં બેડી ખાતે રાજકોટ તાલુકાના ૩૨ ગામોમાં દિવસે જ વિજપુરવઠો ઉપલબ્ધ કરાવવાનો પ્રારંભ કરાવવામાં આવશે. રૂા. ૩૫૦૦ કરોડના માતબર રકમના ખર્ચે ૬૬ કે.વી.ની ૩૪૯૦ સર્કિટ કિ.મી. જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમીશન લાઇનો તથા ૨૨૦ કે.વી.ના ૯ નવા સબસ્ટેશનો થકી ગુજરાતનું વિજ માળખું વધુ સુદ્રઢ બનાવવામાં આવનાર છે. આ યોજનાના અમલીકરણથી કહી શકાય કે ખરેખર વર્ષનો ૨૦૨૧નો પ્રારંભ ખેડૂતોના ઉજવળ ભાવીનો સુર્યોદય બની રહયો છે.