અમદાવાદમાં ફરી એક મહિલા બની ઘરેલુ શોષણનો શિકાર

અમદાવાદ શહેરમાં એક મહિલાએ સાસરિયાથી કંટાડી 3 મહિના પહેલા દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. માતાજીના ભુવા સસરા અને મોટા બાપા પરિણીતાને તારા શરીરમાં તકલીફ છે, તેમ કહી તેની સામે ધુણવા બેસી જતા હતા. બે પુત્રીના જન્મ બાદ સાસરિયાંનો વંશ વધારી ન શકતા તેમ કહી હેરાન કરતા હતા. પતિએ મહિલાને 8 માસનો ગર્ભ હતો, ત્યારે પણ મારમારી હતી. ઘર ખર્ચ પણ મહિલાના પિતા પાસે મંગાવતા હતા. જો ઘર ખર્ચ ના મળે તો મહિલાને પતિ મારમારતો હતો. આ ઘટના એલિસબ્રિજ પોલીસે મહિલાની ફરિયાદ મુજબ સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આ ઘટનાની માહિતી મુજબ, આંબાવાડી આંબેડકર કોલોનીમાં રહેતી નિમિષા પરમારના લગ્ન પછીના શરૂઆતના દિવસો સારા રહ્યા બાદ સાસરિયાનો કંટાડો વધતો ગયો હતો. નિમિષા ગર્ભવતી હતી, તે સમયે તેની તબિયત ખરાબ હોવાથી આરામ કરી રહી હતી. તે સમયે પતિએ મારમારતો અને ધક્કો મારી નીચે પાડી હતી. સાસુ-સસરાની સમજાવટથી નિમિષાને પિયર મોકલી ડિલિવરી કરાવી અને 4 મહિના સુધી સાસરિયાંના કોઈ જ જોવા આવ્યા ન હતા.


-મળતી માહિતી મુજબ