માંડવી વિસ્તારના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગ્યું

માંડવીમાં સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગ્યું. જહાજના 8 ક્રૂમેમ્બરોનો બચાવ કરાયો. દુબઈથી જનરલ કાર્ગો ભરી સુદાન જતો હતો. ત્યારે વચ્ચે ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં કન્ટેનરમાં અચાનક આગ લાગતા જહાજ આગની લપેટમાં આવી ગયું હતું. આખુ જહાજ આગમાં સ્વાહા થઇ ગયુ. આઠ ક્રુમેમ્બરો સમુદ્રમાં કુદી પડતા તમામને સ્થાનિક માછીમારી કરતા લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા.


-રિપોટર બાય : કરણ વાઘેલા, ભુજ