અંજાર: ભીમાસરમાં આવેલા તળાવમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા

બર્ડફ્લુની લહેર વચ્ચે કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલ ભીમાસરમાં તળાવમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે. એક સાથે 30 થી 40 જેટલા જળચર પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા ગામમાં આ ઘટના અંગે પણ ચકચાર જગાવી છે. સ્થાનિક લોકોએ આ ઘટના બાબતે તંત્રનું ધ્યાન દોરતા જવાબદારો દોડી ગયા હતા. જ્યારે બર્ડફલૂ વાયરસની લહેર ચાલી રહી છે ત્યારે પ્રોટોકોલ મુજબ વનવિભાગ અને પશુ વિભાગ દ્વારા એક પક્ષીના સેમ્પલ લઈ તપાસ માટે ભોપાલની લેબમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. બાકીના પક્ષીઓનું ગ્રામજનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.


-મળતી માહિતી મુજબ