પાલારા ખાસ જેલ, ભુજ માથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીને પકડતી પાડતી પેરોલ ફર્લા સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

સરહદી રેન્જ ભુજના આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિઘ સાહેબ નાઓ ધ્વારા પશ્ચિમ કચ્છ- ભુજ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ પેરોલ,ફર્લા,વચગાળા જામીન,પોલીસ જાપ્તા ફરારો તેમજ જેલ ફરારી કેદી/આરોપીઓને પકડવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ, ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.આજરોજ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ ઇન્સ. શ્રી એસ.એ.મહેશ્વરી તથા દિનેશભાઇ ખીમકરણભાઇ ગઢવી તથા પો.હેડ કોન્સ. રઘુવિરસિહ ઉદુભા જાડેજા તથા ધર્મેન્દ્ર મૂળશંકર રાવલ તથા નાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, પાલારા ખાસ જેલ ભુજમાથી વચગાળાના જામીન પર મુકત થયલ કેદી/આરોપી કિશન ઉર્ફે કરશન રવીલાલ રાજગોર ઉ.વ. ૫૧ રહે.જી.આર.ડી.સી હંગામી આવાસ માધાપર રોડ, ભુજ વાળો ભુજ મધ્યે બાતમી વાળી જગ્યાએ હાજર મળી આવતા જેની પુછપરછ કરતા જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનવ્યે કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને રાખી જેલમા કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામા આવેલ ડાયરેક્શન મુજબ તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી પેરોલ રજા ઉપર મુક્ત કરવામા આવેલ અને મુદત પુરી થયેલ હોવા છતા પોતે ભુજ પાલારા જેલ ખાતે હાજર થયેલ ન હોવાની કબુલાત કરતો હોઇ જેને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે ભુજશહેર બી-ડીવીઝન પો.સ્ટે ખાતે સુપ્રત કરવામા આવેલ છે. ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ.શ્રી એસ.એ.મહેશ્વરી તથા એ.એસ.આઇ હરિલાલ બારોટ તથા પો.હેડ કોન્સ. ધર્મન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી, રઘુવિરસિહ જાડેજા તથા વિરેન્દ્રસિહ પરમાર તથા ડરા.પો.કો. સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.

રિપોટર બાય: કરણ વાઘેલા,ભુજ