ચાલુ ટ્રકમાંથી તાલપત્રી કાપીને ટ્રાઉઝરની થઈ ચોરી
માળીયા હળવદ હાઈવે પર ચાલુ ટ્રકમાંથી માલ સામાનની ચોરી થતી હોય છે. ત્યારે માળીયા હળવદ હાઇવે પરથી પસાર થતા ટ્રકની તાલપત્રી કાપીને ગાડીમાં ભરેલ ટ્રાઉઝરના 17 બોક્સ કિં.રૂા.1.19 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આદીપુરમાં આવેલ હેમુ કાલાણીનગરમાં રહેતા જીતેન્દ્ર આસનદાસ પુર્ષાવાણી (ઉ.વ.36) ટ્રાઉઝર મેન્યુફેક્ચરીંગ કંપનીમાંથી પોતાની ટ્રક નંબર જીજે 12 બીડબ્લ્યુ 7099 ની અંદર ટ્રાઉઝરના બોક્સ ભરીને નીકળયા હતા. માળીયા હળવદ હાઈવે ઉપર અણીયારી ટોલ નાકાથી લઈને સોલડી ટોલનાકા સુધીના વિસ્તારમાં તેઓના ટ્રકની તાડપત્રી કાપીને કોઈ અજાણ્યા શખ્સએ ટ્રાઉઝરના 17 બોક્સની ચોરી થયા છે.
-મળતી માહિતી મુજબ