મોરબી: ગાળા નજીક ટ્રકે ટક્કર મારતા 2 યુવકોનાં મોત
મોરબી: મોરબી ગાળા નજીક હાઈવે પર ગત રાત્રીના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે યુવાનો ગાડીમાંથી ઉતર્યા પછી તેઓને અજાણ્યા ટ્રકના ચાલકે ટક્કર મારતા બંને સારવાર અર્થે રાજકોટ દાખલ કરાયા છે. મોરબી-માળીયા હાઈવે પર વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં ગત રાત્રીના બારેક વાગ્યના અરસામાં આ ઘટના બની હતી. ગાડીમાંથી ઉતરીને અજય બાબુભાઈ સોલંકી (ઉમર 25) રહે.પડધરી અને દેવરાજ દિનેશભાઇ પરમાર (ઉમર 30) રહે.જામનગર રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે અજય સોલંકી અને દેવરાજ પરમારને ટક્કર મારી હતી.જેથી ગંભીર ઇજાઓ સાથે બંનેને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અજય અને દેવરાજને રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે. હાલ તાલુકા પોલીસ મથક વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-મળતી માહિતી મુજબ