મુંદરા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૭૪/૨૦૨૬ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી મુંદરા પોલીસ

મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુંદરા ટેલીકોમ એક્ષચેંજ થી ભુખી નદી બાજુ નીકળેલ ભુખી નદીના પટમા બી.એસ.એન.એલ કંપનીનો ટેલીફોન કનેક્શનનો અંડરગ્રાઉન્ડ કોપરનો કેબલ (વાયર) આશરે ૪૦ મીટર અને ૨.૩૦ ઇંચની જાડાઇનો જેનુ આશરે વજન ૩૫૦ કીલો જેની પ્રતિ.કીગ્રા કી.રૂ.૧૨૦૦/- એમ કુલ્લે કિં.રૂ.૪,૨૦,૦૦૦/-વાળુ કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોઇ જે અંગે ફરીયાદીશ્રી 1/2 IE આપતા મુંદરા પો.સ્ટે. ખાતે ગુ.ર.નં-૧૧૨૦૫૦૩૨૨૬૦૧૭૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩ (૨) મુજબનો ગુનો દાખલ થયેલ.

મે,પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ- ભુજ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ મુંદરા વિભાગ મુંદરા નાઓએ નાઓએ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ.

જે અન્વયે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.એમ. રાણા નાઓએ મુંદરા પો.સ્ટે વિસ્તારમાં થતી મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અન્વયે મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કાર્મચારીઓ કાર્યરતા હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ.. વિજયરાજસિંહ બી.ગોહિલની બાતમી હકીકત આધારે મુંદરા પો.સ્ટે સ્ટે.ડા. નં.૦૬/૨૦૨૬ તા.૦૬/૦૨/૨૦૨૬ વાળીના કામે કબજે કરેલ આશરે ૩૫૦ કીલો જેટલો કોપરનો કેબલ સાથે પકડાયેલ આરોપીઓની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા પકડાયેલ આરોપીઓ (૧) મનોજ સ/ઓ વીરબહાદૂર પટેલ ઉ.વ.૩૨ રહે.બરામતપુર,તા.છઘડી,જિ.આઝમગઢ,ઉ.પ્રદેશ હાલે રહે.ખારી મીઠી રોડ બારોઈ તા.મુંદરા જિ.કચ્છ (૨)આકાશ સ/ઓ રાજનરાય સિંગ ઉ.વ.૧૯ રહે.મુળ.બનકટીયા તા.આઝમગઢ તા.જિ.આઝમગઢ. ઉ.પ્રદેશ હાલે રહે.ખારી મીઠી રોડ બારોઈ ગામ તા.મુંદરા જિ.કચ્છ (૩) નીરજ સ/ઓ ભીમલાલ યાદવ ઉ.વ.૨૨ રહે.મુળ.પીપળી જલાલપુર તા.જિ.અયોધ્યા, ઉ. પ્રદેશ હાલે રહે. ખારી મીઠી રોડ બારોઈ ગામ તા.મુંદરા જિ.કચ્છ (૪) ઓમપ્રકાશ સ/ઓ સુરેંદ્ર યાદવ ઉ.વ.૨૮ રહે. મુળ આશાપર તા.પાસગાંવ જિ.ગોરખપૂર હાલરહે પાવાપૂરી મુંદરા તા.મુંદરા જિ.કચ્છ વાળાઓની યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા ચારેય ઇસમોએ સાથે મળી આ ઉપરોકત ચોરીના ગુનાને અંજામ આપેલ હોવાનું જણાવેલ. જેને સદર ગુના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ,ચોરીના ગુનાનો ભેદ મુંદરા પોલીસે ઉકેલી કાઢી આરોપીઓને પકડી પાડેલ.

પકડાયેલ આરોપી:-

મનોજ સ/ઓ વીરબહાદૂર પટેલ ઉ.વ.૩૨ રહે.બરામતપુર, તા.છઘડી,જિ.આઝમગઢ,ઉ.પ્રદેશ હાલે રહે.ખારી મીઠી રોડ બારોઈ તા.મુંદરા જિ.કચ્છ

આકાશ સ/ઓ રાજનરાય સિંગ ઉ.વ.૧૯ રહે.મુળ.બનકટીયા તા.આઝમગઢ તા.જિ.આઝમગઢ, ઉ.પ્રદેશ હાલે રહે.ખારી મીઠી રોડ બારોઈ ગામ તા.મુંદરા જિ.કચ્છ

નીરજ સ/ઓ ભીમલાલ યાદવ ઉ.વ.૨૨ રહે.મુળ.પીપળી જલાલપુર તા.જિ.અયોધ્યા,ઉ.પ્રદેશ હાલે રહે. ખારી મીઠી રોડ બારોઈ ગામ તા.મુંદરા જિ.કચ્છ

ઓમપ્રકાશ સ/ઓ સુરેંદ્ર યાદવ ઉ.વ.૨૮ રહે. મુળ આશાપર તા.પાસગાંવ જિ.ગોરખપૂર હાલરહે પાવાપૂરી મુંદરા તા.મુંદરા જિ.કચ્છ

કબ્જે કરવામાં આવેલ મુદામાલ:-

કોપરનો આશરે ૪૦ મીટર અને ૨.૩૦ ઇંચની જાડાઈનો જેનું આશરે વજન ૩૫૦ કીલો જેની પ્રતિ.કીગ્રા કી.રૂ.૧૨૦૦/- એમ કુલ્લે કિં.રૂ.૪,૨૦,૦૦0/-

આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ–
આ સરાહનીય કામગીરીમાં પો.ઇન્સ. એસ.એમ.રાણા તથા પો.સબ ઇન્સ. એન.પી.ગોસ્વામી સાહેબનાઓની સુચનાથી ટાઉન બીટ તથા મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા.