કોરોના કાળમાં ગુજરાતે વિકાસની ગતિને અવિરત રાખી છે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી – છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુવિધા માટે રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન
કોરોના કાળમાં ગુજરાતે વિકાસની ગતિને અવિરત રાખી છે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી – છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુવિધા માટે રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કોરોના કાળના છેલ્લા પાંચ જ માસમાં રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું છે. છેલ્લા એક માસમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના રૂ. ૫૭૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે. ભૂતકાળમાં નાણાંકીય આયોજન વિના ચૂંટણી વખતે ખાતમુહૂર્તના નામે નાટકો કરવામાં આવતા હતા. પહેલાં સરકારની તિજોરીમાં કાંણા હતા પણ અમે નાગરિકોના પૈસાનો સદ્દઉપયોગ કરી પારદર્શક શાસન આપ્યું.