વિનોદ ચાવડા ફેન કલબ દ્વારા કોરોના વેકસીન જનજાગૃતિ અભિયાન
પોતાની સુરક્ષા અને બીમારી નો પ્રસાર સીમિત કરવા માટે કોવિડ – 19 માટે સરકારશ્રી ની ગાઈડ લાઇન ના અમલ અને વેકસીન લેવાની ખાસ જરૂરત ને ધ્યાનમાં રાખી સાંસદ વિનોદભાઇ ચાવડા ની પ્રેરણા થી વિનોદ ચાવડા ફેન કલબ ભુજ અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ના સૌજન્ય થી “કોરોના વેક્સિન જન જાગૃતિ અભિયાન” તારીખ ૧૨/૦૧ થી વિવેકાનંદ જયંતિ થી કોરોના મહામારી નેસ્ત નાબૂદ થાય ત્યાં સુધી જન જાગૃતિ રથ કચ્છ ના દરેક તાલુકા અને માળીયા મોરબી ફરતો રહેશે દરેક જણ કોરોના રસી નો લાભ લે તેવી અપીલ સાથે સાંસદશ્રી વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો દિઘ્ર દ્રષ્ટિ સમયસર ના પગલા ને કારણે વૈશ્વિક મહામારી કોરોના સામે ભારતે જંગ જીત્યો છે. હવે તેને નેસ્ત નાબુદ કરવા વેકસીન આવેલ છે. તેનો લાભ દરેક જન જન સુંધી પહોંચવા સરકારે પગલાં લીધા છે. ૧૬ મી જાન્યુઆરી થી રસી આપવાનું શરૂ થશે “આત્મ નિર્ભર ભારત” ની યોજના અંતર્ગત ભારતમાં બનેલ રસી ભારત ની સાથે વિશ્વના દેશોમાં પણ નિર્યાત થશે.આજ રોજ તારીખ ૧૨/૦૧/૨૦૨૦ વિવેકાનંદ જન્મ જયંતિ દિને જનજાગૃતિ અભિયાન રથ નું પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને સાંસદ શ્રી C.R.Patil વર્ચુયલ પ્રસ્થાન કરાવશે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ, ભુજ ધારાસભ્યશ્રી નિમાબેન આચાર્ય, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કન્નર સાહેબ ની ઉપસ્થિતિમાં રથ સવારે ૯:૩૦ વાગ્યે સરકીટ હાઉસ ભુજ ખાતે થી પ્રસ્થાન કરશે જે પ્રથમ ભુજ તાલુકાનાં દરેક ગામો માં વિચરશે, વિનોદ ચાવડા ફેન કલબ ભુજ ની આગેવાની હેઠળ રથના સૌજન્ય દાતા કચ્છ સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદ ચાવડા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ તેનું લાયઝિંગ કરી માર્ગદર્શન આપશે.