પતંગ સ્ટોલના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ
ગાંધીધામ: ઉત્તરાયણ માટે ઠેર ઠેર પતંગ,ચરખીના સ્ટોલ લાગી ગયા છે. આ દરેક સ્ટોલ ટ્રાફિક માટે રીતસરની સમસ્યા ઊભી કરે છે. કોઈ પણ તહેવાર આવે ત્યારે આ સંકુલમાં કયાંય પણ સ્ટોલ લાગવામાં આવે તો નિયમ મુજબ પાલિકાએ આવા લોકો પાસેથી વેરા લેવાના થતાં હોય છે. પરંતુ આ વર્ષે કોઈ કારણોસર પાલિકાએ વેરા વસૂલયા નથી. ઉતરાયણ નિમિત્તે પાલિકાએ તા.12 થી તા. 14 સુધી એટલે કે ત્રણ દિવસનું ભાડું વસૂલવાનું નક્કી કર્યુ છે. પરંતુ આ સંકુલમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી આવા અનેક સ્ટોલ લાગી ગયા છે તેમ છતાં પાલિકાએ એકેય વેપારી પાસેથી આવા વેરા વસૂલયા નથી. જેથી લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. તેવામાં પોલીસ પણ હાથ ઉપર હાથધરી બેઠી હોય તેવું લોકોને લાગી રહ્યું છે. સ્ટોલના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે.
-મળતી માહિતી મુજબ