મોરબીમાં “ફિટ ઇન્ડિયા” ચિત્ર સ્પર્ધાનું આયોજન

માહિતી બ્યુરો, મોરબી રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, મોરબી દ્વારા સંયુક્ત ઉપક્રમે “ફિટ ઇન્ડિયા” ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર સ્પર્ધામાં ૧૮ થી ૨૫ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધકે એ-૪ સાઈઝના (૮.૩”×૧૧.૭”) સાઈઝના ડ્રોઈંગ પેપર પર “ફિટ ઈન્ડિયા” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરવાની રહેશે. તૈયાર કરેલ કૃતિની પાછળની બાજુ નામ, સરનામું, જન્મતારીખ, સંપર્ક નંબર લખીને તા.૩૦/૦૧/૨૦૨૧ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી રૂમનં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ ખાતે કુરિયર અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે. વધુ વિગતો માટે કચેરીના બુધાભાઈ નાકીયા ૯૭૧૪૯-૦૪૬૬૯ તથા નિરતિબેન અંતાણી ૮૧૪૧૪૭૩૮૬૦ ને ૧૨-૦૦ થી ૦૫-૦૦ વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે. જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાઃ- તા.૧૨/૦૧/૨૦૨૧ થી તા.૩૦/૦૧/૨૦૨૧ અને રાજય કક્ષાની ચિત્ર સ્પર્ધાઃ- તા.૧૧/૦૨/૨૦૨૧ રોજ યોજવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.૨૫,૦૦૦/-, દ્વિતિય વિજેતાને રૂા.૧૫,૦૦૦/-, તૃતિય વિજેતાને રૂા. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂા.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g પરથી મળી શકશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.