અબોલ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણના હેતુસર જનજાગૃતિ માટે રાજ્યભરમાં તા. ૧૪ થી ર૧ જાન્યુઆરી સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી કરાશે
અબોલ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણના હેતુસર જનજાગૃતિ માટે રાજ્યભરમાં તા. ૧૪ થી ર૧ જાન્યુઆરી સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી કરાશે – COVID-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારની ગાઇડલાઇનના ચૂસ્ત પાલન સાથે સમગ્ર ઉજવણી કાર્યક્રમ યોજાશે.વર્ષ ૨૦૨૦માં થયેલી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી દરમિયાન ૧.૧૬ લાખથી વધુ અબોલ પ્રાણીઓની સારવાર કરી તે તમામને તંદુરસ્ત કરવામાં આવ્યા હતા. પખવાડિયામાં ગાયોના છાણ-મૂત્રના ઉપયોગ થકી બાયો કમ્પોઝ્ડ, બાયો પેસ્ટીસાઇડ, અગરબત્તી તથા સાબુ બનાવવાની રીત અંગેની પણ સમજ અપાશે. પ્લાસ્ટીક ખાવાથી પશુઓને થતા નુકશાન અંગે પણ લોકજાગૃતિ કેળવાશે.