ફિટ ઇન્ડિયા ચિત્ર સ્પર્ધા અંતર્ગત ૧૮થી ૨૫ વર્ષના યુવાઓ માટે અનેરી તક
રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,રાજકોટ દ્વારા સંયુક્ત રીતે ‘ફીટ ઇન્ડિયા’ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઇ શકશે સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર ‘ફીટ ઇન્ડિયા’ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરીને તેને માઉન્ટેન કરાવીને કૃતિની પાછળ સ્પર્ધકનું નામ સરનામું મોબાઈલ નંબર ઇ-મેઇલ એડ્રેસની વિગતો ભરીને તા. 30 જાન્યુઆરી ૨૦૨૧ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, રાજકોટ શહેર, ૭/૨, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે મોકલી આપવાની રહેશે. સ્પર્ધકે પોતાની કૃતિની સાથે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ આપવાની રહેશે, રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાં ૧૦ વીજેતા કલાકારોની પસંદગી થશે. જે પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૧૦ હજાર, દ્વિતીય વિજેતાને ૭,૫૦૦/- અને ત્રૃતીય વિજેતાને રૂ. પાંચ હજાર તેમજ અન્ય સાત વિજેતાઓને રૂ ૨,૫૦૦/- પ્રત્યેકને આશ્વાસન ઇનામો અપાશે, વધુ માહિતી માટે ૦૨૮૧-૨૪૪૨૩૬૨ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.