છત્રરિયાળા ગામે રહેતા ગામજનો ગંદકીના કારણે પરેશાન ચાર હજાર કરતાં વધુ વસ્તી ધરાવતૂ ગામ
ચુડા તાલુકાના મામલતદારશ્રીને અરજી એક તરફ આ કોરોના જેવી મહામારી બીમારી ચાલી રહી હોય ત્યારે છત્રીયાળા ગામના લોકો ગંદકીમાં પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. છત્રીયાળા ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ આવતો નથી. ત્યારે હવે ગામજનો દ્વારા કરવામાં આવેલી મામલતદારશ્રીની રજૂઆત જોવાનું એ રહે છે કે હવે છતરીયાળાના ગામ લોકોને ક્યારેય દૂષિત પાણીમાંથી નિકાલ મળે છે. જોકે ગ્રામપંચાયત દ્વારા ગટર લાઈનનું કામકાજ કરેલું હોય છતાં પણ ગટરોના પાણી કેમ બહાર આવે છે એ પ્રશ્ન મોટો છે. ગ્રામ પંચાયત દ્વારા આવા લાખો રૂપિયાના કામ કરવામાં આવતા હોય ત્યારે છતાં પણ ગામલોકોને આવી ભયંકર પરિસ્થિતિ ભોગવવાનો વારો આવે છે.
રિપોટર બાય: મહિપતભાઈ મેટાલિયા (લિંબડી-ચુડા)