ગુજરાત: કોરોના સંક્રમણના 570 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાત: કોરોનાના કેસમાં દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 570 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 737 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત થયા છે. 16મી જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ શરૂ થવાનું છે. હાલ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 2,54,314 નોંધાયો છે. અને કુલ 2,42,901 લોકો સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 4,357 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7056 છે. જેમાં 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે, તો 7002 દર્દીઓની હાલત ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન, ગાંધીનગર અને વડોદરામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.રાજયમાં જિલ્લાવાર કોરોનાની પરિસ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં 112, સુરતમાં 98 નવા કેસ, વડોદરામાં 104, રાજકોટમાં 85 નવા કેસ, ભાવનગરમાં 8, ગાંધીનગરમાં 15 નવા કેસ, જૂનાગઢમાં 13, જામનગરમાં 8 નવા કેસ, ભરૂચમાં 18, મહેસાણામાં 14 નવા કેસ, દાહોદમાં 12, કચ્છ 11, આણંદમાં 10 કેસ, ગીર સોમનાથ 9, મોરબીમાં 8 નવા કેસ, સાબરકાંઠામાં 7, પંચમહાલ 6, ખેડામાં 5 કેસ, નર્મદા, સુરેન્દ્રનગર, વલસાડમાં 4 – 4 કેસ, અમરેલી અને પાટણમાં 3 – 3 નવા કેસ, અરવલ્લી, બનાસકાંઠા, દ્વારકામાં 2 – 2 કેસ, બોટાદ, છોટાઉદેપુર, તાપીમાં 1 – 1 કેસ નોંધાયા છે. જ્યારે ડાંગ, મહિસાગર, નવસારી, પોરબંદરમાં કેસ નોંધાયા નથી.


-મળતી માહિતી મુજબ