રાજકોટ: મક્ર્સંક્રાતિના તહેવારની PPE કીટ પહેરી અનોખી ઉજવણી જોવા મળી
રાજકોટ: ઉત્તરાયણના તહેવારની લોકો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે 150 ફુટ રિંગ રોડ પર જલારામ સોસાયટી આવેલી છે, ત્યાંના યુવાનો અને યુવતિઓને PPE કીટ પહેરી પતંગ ચગવાની મજા માણી હતી. યુવતીઓ અને યુવાનો ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. તેમજ ગુજરાતી ગીતો પર રાસ-ગરબે પણ રમ્યા હતા. PPE કીટમાં સજ્જ યુવાનો અને યુવતીઓએ ડાન્સ કરતા આસપાસના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્તરાયણના મધ્યમ પવન હોવાને કારણે પતંગરસિયાઓ થોડા મુશ્કેલીમાં જોવા મળ્યા હતાં. સરકારની ગાઈડલાઈન મુજબ પોત પોતાના ધાબા પર પરિવારજનો સાથે જ અને ઓછી સંખ્યામાં લોકો ઉજવણી કરતા જોવા મળ્યા હતાં.ત્યારે રાજકોટમાં ઉત્તરાયણની કઈક આવી જ અનોખી રીતે જ ઉજવણી કરવામાં આવી હતી.
-મળતી માહિતી મુજબ