બંધ ઝુંપડામાંથી પુરૂષની લાશ મળતાં તપાસ હાથ ધરાઇ

લેવા પટેલ હોસ્પીટલ સામે આવેલ ઝુંપડામાંથી એક અજાણ્યા વ્યક્તિની ચાર-છ દિવસ પહેલા મૃત્યુ પામેલા પુરૂષની લાશ જોવા મળતા મકરસંક્રાંતિની ઢળતી સંધ્યાએ કોઈક જાગૃત નાગરિકોએ પોલીસને જાણ કરી હતી. ડી.વાય.એસ.પી. શ્રી જે.એન. પંચાલ, બી. ડિવિઝન પી.આઈ. એસ.બી. વસવા ઘટના સ્થળે પહોચી જઇ તપાસ હાથ ધરી હતી.બંધ ઝુંપડામાંથી આ લાશ મળી હતી. દુર્ગંધ મારતી લાશ એકદમફલી ગઈ હતી. લાશને ખુલ્લા છકડા મારફતે જનરલ હોસ્પીટલ પી.એમ. રૂમસુધી પહોચાડી હતી. લાશની ઓળખ થઈ શકી ન હતી. વધુ તપાસ માટે લાસને જામનગર મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.

રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ