“ઘરેથી કહ્યા વિના નીકળી ગયેલ ૧૬ વર્ષની દીકરીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી કચ્છ-અભયમ ૧૮૧”
તા.૧૫-૧-૨૦૨૧ ના રોજ વહેલી સવારે ૨:૪૬ વાગ્યે આદિપુર માંથી ગાંધીધામ ૧૮૧ને એક સજ્જન વ્યક્તિનો કોલ આવેલ કે એક 16 વર્ષની દીકરી મળી આવેલ છે તથા તે કંઈ વાતચીત કરતી નથી. તેથી 181ની મદદની જરૂર છે. કોલ મળતાની સાથે જ અભ્યમ ૧૮૧ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ અને ત્યાં જઈ પીડિતા સાથે વાતચીત કરવાની કોશિશ કરેલ અને જાહાવા મળેલ કે તેમના માતા-પિતાએ બાળપણથી જ તેના લગ્ન નક્કી કરી દીધા છે. જે તેમને નથી ગમતું આથી તે ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયેલ. તેથી 181 ના કાઉન્સિલર વણકર જીનલબેને તેમને સમજાવેલ કે તેમની ઉંમર ખૂબ ઓછી છે અને આવી રીતે ઘરની બહાર નીકળી જતા તેમના સાથે અણ-બનાવ પણ બની શકે છે તથા લગ્નની બાબતે તેમના માતા-પિતાને સમજાવવા માટે 181 અભયમ આવશે અને સમજાવશે.પરંતુ પીડિતાએ ઘરે જવા ના પાડેલ તથા તેમના ઘરના સભ્યોના કોન્ટેકટ નંબર પણ આપ્યા નહીં. તેથી તેમના રહેઠાણ અને લોગ કાઉન્સેલિંગ માટે તેમને વન સ્ટોપ સેન્ટર માં મુકવા ભુજ 181ની વાનને હેન્ડ ઓવર કરેલ. પીડિતાને ભુજ 181ને હેન્ડ ઓવર કર્યા બાદ કાઉન્સેલર રાઠોડ મનિષાબેન તથા ASI રક્ષાબેન દ્વારા વન સ્ટોપ સેન્ટરમાં લઇ જવામાં આવતા હતા. ત્યારે પીડિતા અચાનક જ રડવા લાગેલ આથી કાઉન્સિલર દ્વારા તેમને શાંત પાડી તેમનું વધુ કાઉન્સેલિંગ કરેલ અને 181 ની ટીમ તેમની મદદ માટે જ આવેલ છે અને તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડશે તેવી સાંન્તવના આપેલ. ત્યારબાદ પીડિતાએ જણાવેલ કે તેમના ભાઈના સામ-સાટામાં તેમના લગ્ન બાળપણમાં જ નક્કી કરેલ છે. પરંતુ તે છોકરો તેમને ગમતો નથી. તેથી તે બાબતને લઈને તેમના માતા તેમને મેન્ટલી ટોર્ચર કરે છે એટલે ગુસ્સો થઇને ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયેલ. પરંતુ હવે આ આ બાબતનો ડર લાગતા તેને વન સ્ટોપ સેન્ટરમાં નથી જવું તથા પરિવાર પાસે જવું છે તેમ જણાવેલ તેથી કાઉન્સિલર રાઠોડ મનિષાબેન દ્વારા તેમના પિતાનો કોન્ટેકટ નંબર લઈ તેમને કોલ કરી તમામ હકીકત જણાવી તેમની દીકરી 181 ટીમ પાસે સુરક્ષિત છે તેવું જણાવેલ અને તેમની દીકરી ગુસ્સામાં આવીને ઘરેથી નીકળી જવાની ભૂલ કરી છે તો તે માફ કરી દે અને તે ઘરે આવવા માંગે છે આટલું સાંભળતા દીકરી ની શોધખોળ કરતા માતા-પિતા અને હાશકારો થતા તે દીકરીને લેવા આવે છે તેવું જણાવેલ. ત્યારબાદ પીડિતાબેનના પરિવારવાળા તેમને લેવા આવતા તેમને કાઉનિસલેર મનિષાબેન દ્વારા સમજાવવામાં આવેલ કે હવેથી તેમની દીકરીને લગ્ન બાબતે માનસિક ત્રાસ ન આપે તથા તેમની દીકરી લગ્ન કરવાની હજી ઉંમર નથી તથા પીડિતાની પસંદગી પર લગ્ન કરાવે તેથી તેમના માતાપિતાએ હવેથી દીકરીને કોઈ પણ બાબતે ટોર્ચર નઇ કરે તથા સારી રીતે રાખશે તેમ જણાવેલ આમ કચ્છ અભ્યમ 181 દ્વારા ઘરેથી કહ્યાં વિના નીકળી ગયેલ 16 વર્ષની દીકરીનું માતા-પિતા સાથે સુખદ સમાધાન અને મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરેલ.