“ભુજ તાલુકાના મોટા બંદરા ગામની સીમમાંથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ, ભુજ”
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલિયા સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ નાઓએ અસામાજીક પ્રવૃત્તિ નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન આજરોજ એલ.સી.બીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલ તથા સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ભુજ તાલુકાના મોટા બંદરા ગામની સીમમાં પવનચક્કી તરફના કાચા રસ્તા પર અધા સુમાર કોલી, ઉ.વ.૪૫ રહે. મોટા બંદરા વાડી વિસ્તાર તા.ભુજ વાળો ગેરકાયદેસર રીતે હાથ બનાવટની દેશીબંદૂક કિંમત રૂપિયા 1000/- વાળી સાથે મળી આવતા મજુકર ઈસમ વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે આમ્સ એકટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ-135 હેઠળ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની યોગ્ય તપાસ અર્થે પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે.
-રિપોટર બાય: કરણ વાઘેલા, ભુજ