જૂનાગઢ:પતંગની દોરીથી 3ના મોત અને 18 ઘાયલ

જૂનાગઢ: ઉત્તરાયણના દિવસે પતંગની દોરીના કારણે 18 પક્ષીઓ ઘાયલ થયા હતા. આ પક્ષીઓને કરૂણા અભિયાન અંતર્ગત કંટ્રોલ રૂમમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. 13 કબુતર, 2 કોયલ, 1 ચકલી, 2 હોલાનો આ પક્ષીમાં સમાવેશ થાય છે. જેમાં 3 પક્ષીઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.અન્ય પક્ષીઓની સારવાર કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે.


-મળતી માહિતી મુજબ