તા. 30 જાન્યુઆરીના શહીદ વીર જવનોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે

દેશને આઝાદ કરવામાં જે વીર જવાનોએ મહત્વનું યોગદાન આપ્યું છે અને આઝાદીની લડત લડતાં લડતાં જે શહીદ થયા તેની યાદમાં ૩૦મી જાન્યુઆરી, 2021ના શનિવારના રોજ શહીદ દિને સવારે ૧૧:૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી આવા શહીદવીરોને માન અર્પણ કરાવામાં આવશે. સમગ્ર દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સવારે ૧૦:પ૯ થી ૧૧:૦૦ કલાક સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય ત્યારે કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના,આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં વિનંતી કરવામાં આવી છે.


-મળતી માહિતી મુજબ