સરકારી હોસ્પિટલ રાજુલા ખાતેથી કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ કરાયો
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાને મ્હાત આપવા માટે કોવિડ-૧૯ રસીકરણની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યારે અમરેલી જીલ્લાની સરકારી હોસ્પિટલ રાજુલા ખાતેથી રસીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં સવારના ૧૦:૩૦ કલાકે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્પીચ દ્વારા ઇનોગ્રેશન કરી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી અધિક્ષક ડૉ.પી.જી.રાબડીયા,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા અને અર્બન એમઓ ડૉ.ડી.સી.મકવાણા દ્વારા પ્રારંભિક ઉદબોધન કરી હાજર પ્રાંત અધિકારી કે.એસ.ડાભી અને આર.સી.એચ.ઓ.ડૉ.આર.કે.જાટ સાહેબનું પુષ્પગુચથી સન્માન કરી દીપ પ્રાગટ્ય અને રીબીન કાપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અમરેલી માટે ગૌરવસમાન અધિકારી ડૉ.આર.કે.જાટ સાહેબને કોવિશિલ્ડ કોવિડ-૧૯ રસીકરણનો પ્રથમ ડોઝ આપી કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ. અને ત્યારબાદ ક્રમશઃ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારી/અધિકારીને રસીકરણ કરવામાં આવેલ. જેમા રાજુલા આઈ.એમ.એ.ના ડૉ.જે.એમ.વાઘમશી & ડૉ.હિતેષ હડિયા સહિતના ડોકટર ગ્રુપ દ્વારા પણ કોવિડ-૧૯ રસી આપી ત્રીસ મિનિટ વેઇટિંગ રૂમમાં ઓબ્જરવેશન પર રાખવામાં આવેલ. અને આ રસી સેફ હોવાનુ જાણવા મળેલ છે. તેમજ આ રસીનો બીજો ડોઝ ૨૮ દિવસના અંતરે આપવામા આવશે. અને જે રીતે સ્ટેટ લેવેલથી રસીનો સપ્લાય મળશે તે રીતે તબક્કાવાર રસીકરણની કામગીરી હાથ ધરાશે જે યાદીમાં જણાવેલ છે.
રીપોર્ટર:- ધર્મેશ મહેતા