ઉપલેટા: ગૌશાળામા ભીષણ આગ લાગી, અંદાજે પાંચેક લાખની નિરણ બળીને ખાખ

ઉપલેટા તાલુકાના ઇસરા ગામે ગૌશાળામા ભીષણ આગ લાગી. આગ લાગવાથી ગૌ શાળામા ગાયો માટે ભરેલ અંદાજે પાંચેક લાખની નિરણ બળીને ખાખ થઈ ગયો. સૉર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું સ્થાનિક લોકોનું અનુમાન. વહેલી સવારે આગના દ્રશ્યો દેખાતા નાના એવા ગામમાં સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. ઉપલેટાથી ફાયર બ્રિગેડને તત્કાલ બોલાવવામાં આવ્યા. બન્ને ફાયર ફાયટર દ્વારા તત્કાલ આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યો હતો.


રિપોર્ટ:-જયેશ મારડિયા, ઉપલેટા