લખપતના દરિયા કિનારે બિનવારસુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા
આ અંગે મળતી વિગતો મુજબ લખપતના દરિયા કિનારે બીએસએફના જવાનો દ્રારા પેટ્રોલિંગ કરવામાં આવી રહૃાું હતું ત્યારે દરિયાકાંઠેથી બિનવારસુ પડેલા ડ્રગ્સના આઠ પેકેટ મળી આવ્યા હતા અગાઉ પણ બીએસએફ સહિત વિવિધ એજન્સીઓ દ્રારા દરિયાકાંઠેથી બિનવારસુ ડ્રગ્સના પેકેટો જ કરવામાં આવ્યા હતા
ઘણા સમય પહેલા ડીઆરઆઇ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્રારા બોટમાં આવતા ડ્રગ્સના મોટા જથ્થાને ઝડપી પાડયો હતો આ બનાવ દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું પણ મનાય રહૃાું હતું હાલમાં અને અગાઉ દરિયાકાંઠે મળી આવતા આ ડ્રગ્સના પેકેટો અગાઉ ઝડપી પાડેલા ડ્રગ્સના જથ્થાના બનાવ સંદર્ભના જ હોવાનું મનાઈ રહૃાું છે જોકે હાલમાં બીએસએફના જવાનોને પેટ્રોલીંગ દરમિયાન મળી આવેલા બિનવારસુ ડ્રગ્સના જથ્થાને જ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે