ભારત સરકાર તરફથી વેસ્ટર્ન રેલ્વે યુઝર કન્સલટીવ કમિટીમાં કચ્છના સાંસદશ્રી વિનોદ ચાવડાની નિમણુંક.

મીનીસ્ટ્રી ઓફ પાર્લામેન્ટ્રી અફેર – ભારત સરકાર તરફથી કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાને વેસ્ટર્ન રેલ્વે યુઝર કન્સલટીવ કમિટીમાં સદસ્ય તરીકે નિમણુંક આપવામાં આવી છે. તે બાબતે સાંસદશ્રી એ જણાવ્યું હતું કે રેલ્વે યાત્રી સુવિધાઓ તથા યાત્રિકો માટે નવી ટ્રેનો વધુને વધુ લોકો રેલ્વે સેવાનો લાભ લે માટે ભારત સરકાર, રેલ્વે મંત્રાલય સદૈવ પ્રયત્નશીલ છે, મારું ચયન વેસ્ટર્ન રેલ્વે યુઝર કન્સલટીવ કમિટી માં થયેલ છે. હું રેલ્વે વિભાગ સાથે સંકલિત રહી લોક પ્રશ્નો, યાત્રિકોની રજુઆતો ઉજાગર કરી નિરાકરણ માટે પ્રયત્નશીલ રહીશ તેમ સાંસદશ્રી ચાવડાએ જણાવ્યું હતું.