ગાંધીધામમા માતાની પુત્રએ નિર્મમ હત્યા નિપજાવી

અગાઉ અકસ્માત મોતનો ગુનો નોંધ્યા બાદ પીએમ રિપોર્ટ આવતા હત્યામા પલટાયો
ગાંધીધામના ઝુપડપટ્ટી વિસ્તારમાં માતાને માથાના ભાગે કોઈ હથિયાર મારીને પુત્રએ જ નિર્મમ હત્યા નિપજાવી હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો અને અગાઉ અકસ્માત મોતનો નોંધાયેલો ગુનો હત્યા પલટાયો છે
આ બનાવની મળતી વિગતો મુજબ આરોપીએ માતાનું પડી જવાથી મોત નીપયું હોવાનું જાહેર કયુ હતું. પરંતુ, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે વધુ મળતી વિગતો મુજબ ગાંધીધામના ભારતનગર રેલવે પાટા નજીક આવેલા ઝુંપડપટ્ટીમાં સુનીલ મનોહરલાલ ખોરવાલ (રેગર) (મૂળ રહે. પાલી, રાજસ્થાન)એ નાણાં મુદ્દે થયેલી તકરારમાં તેની માતા દરીયાબેનને માથાના ભાગે કોઈ હથિયાર વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
આ બનાવ બન્યો તે સમયે આરોપી સુનીલનો નાનો ભાઈ ફરિયાદી દિનેશ રણુંજાના દર્શને જતો હતો. તે દરમિયાન તેની માતાને માથામાં ગંભીર ઇજા થઇ હોવાનો ફોન આવ્યો હતો જેથી તેને માતાને ફોન કર્યેા પણ ફોનના ઉપડતાં તેણે મોટાભાઈ સુનીલને ફોન કર્યેા હતો. સુનીલે તેને જવાબ આપ્યો હતો કે મમ્મીનું પડી જવાથી માથામાં ઈજા થતાં મોત નીપયું છે.
આમ દિનેશભાઇએ ફોનમાં વાત કર્યા બાદ બનાવ અંગે પોલીસને જાણ કરવા કહૃાું જેથી પરિવારજનો ભોગ બનનાર દરીયાબેનના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં લઈ ગયાં હતા. દરમિયાન દિનેશ રાત્રે ઘેર પરત આવી ગયો હતો.
દરમિયાન આદિપુર રામબાગ હોસ્પિટલના તબીબોએ પોસ્ટમોર્ટમ કરતાં દરીયાબેનનું મોત પડી જવાથી નહીં પરંતુ માથામાં હથિયારના ઘા વાગવાથી થયું હોવાનુ બહાર આવ્યુ હતું પોલીસ દ્રારા અગાઉ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છ