રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ ને વેકશિન આપવામાં આવી

હાલ કોરોના વોરીયસઁ તરીકે ફરજ બજાવતા આરોગ્ય. નગરપાલિકા. પોલીસ. મહેસુલ આંગણવાડી વર્કર સહિત ના કર્મચારીઓ ને વેકશિન આપવામાં આવી છે ત્યારે હાલ મા પંચાયત કર્મચારીઓ ને વેકશિન આપવામાં આવી રહી છે તે મુજબ આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે પંચાયત કચેરી ની જુદી જુદી શાખા મા ફરજ બજાવતા કર્મચારીઓ ને ઈન્ચાર્જ રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૌલ ની ઉપસ્થિત મા વેકશિન આપવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી આર. કે. રાઠવા આંકડા અધિકારી ડી. જે. ચાવડા. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર વિગેરે કર્મચારીઓ એ વેકશિન લઈ કોવિડ 19 ના રક્ષાત્મક માટે વેકશિન લીધી હતી ડો. પૌલ ના જણાવ્યા મુજબ રાપર તાલુકા પંચાયત કચેરી ની જુદી જુદી શાખા મા ફરજ બજાવતા 84 કર્મચારીઓ ને વેકશિન આપવામાં આવી હતી વેકશિન લીધા બાદ તાલુકા વિકાસ અધિકારી રાઠવા. આંકડા અધિકારી ડી. જે. ચાવડા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય ગૌસ્વામી રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ જસવંતસિંહ સોલંકી વિગેરે એ વેકશિન દ્વારા કોઈ આડ અસર થતી નથી અને આ વેકશિન દ્વારા કોવિડ 19 સામે રક્ષણ આપે છે અને આ વેકશિન લઈ કોરોના સાથે જંગ માંડી શકશો એમ જણાવ્યું હતું